આ પ્રસંગે સુમિત્રાબેન ગરાસીયા જિલ્લા પંચાયત સદસ્ય, ઉર્મિલાબેન હરિલાલભાઈ પટેલ અને નિવૃત્ત સીડીપીઓએ મહિલા દિનની ઉજવણી નિમિત્તે મહિલાઓના હક અને અધિકાર વિશે તથા સમાજમાં મહિલાઓના સ્થાન વિશે વિસ્તૃત સમજ આપી હતી તથા દરેક ક્ષેત્રમાં મહિલાઓએ આગળ વધવાની હાકલ કરી હતી.
જયેશભાઈ પલ્લવ પ્રિન્ટર્સ ધરમપુર, જયંતીભાઈ પટેલ શીતળ છાયડો લાઇબ્રેરીના સ્થાપક, જગદીશભાઈ ગરાસીયા, રાજેશભાઈ પટેલ,નિતા પટેલ માજી સરપંચ ઈશ્વરભાઈ ગરાસિયા વગેરેએ મહિલા દિનની ઉજવણી નિમિત્તે સમાજ માટે મહિલાઓના યોગદાનને બિરદાવ્યું હતું તથા દરેક ક્ષેત્રમાં મહિલાઓને આગળ વધવાની હાકલ કરી હતી.
કાર્યક્રમ ને સફળ બનાવવા માટે ચિત્રકૂટ એવોર્ડ વિજેતા શિક્ષક ડોક્ટર વીરેન્દ્ર ગરાસિયા, ગામના સરપંચ નરેશભાઈ પટેલ જગદીશભાઈ ગરાસીયા રાજેશભાઈ પટેલ મિતેશભાઇ વૃંદાવન સ્ટુડિયો , ડેનિશ ગરાસિયા, પ્રિતેશ ગરાસિયા વગેરેએ ભારે જહેમત ઉઠાવી હતી
કાર્યક્રમ નું આયોજન તથા સંચાલન ડોક્ટર વિરેન્દ્ર ગરાસિયા તથા Rainbow warriors Dharampur કો. ઓર્ડીનેટર શંકર પટેલે કર્યું હતું.